મોરબી : મોરબી રામધન આશ્રમ ખાતે મહંત ભાવેશ્વરી માના સાનિધ્યમાં રામદેવપીર મહારાજનો પ્રાગટ્ય મહોત્સવ યોજાયો હતો. જેમાં સવારે નેજા ઉત્સવ, યજ્ઞ, મહાપ્રસાદ ફરાળ તેમજ રાત્રે સંતવાણી ભજન, રામદેવપીરનો પાટ, મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીનો સતસંગ આ ઉપરાંત જલજીલણી અગીયારસ નિમિત્તે ઠાકર સ્નાન, રાસ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આશ્રમના સ્વયં સેવકો ભાઈઓ બહેનોએ જહેમત ઉઠાવી હતી.