હળવદ : હળવદ તાલુકાના રણજીતગઢ ગામે તારીખ 23 માર્ચથી 29 માર્ચ સુધી રામદેવ માનસ ગાથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કથાના વક્તા રાધેકૃષ્ણ શાસ્ત્રી દરરોજ સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી કથાનું રસપાન કરાવશે.રણજીતગઢ ગામે ભવાનભાઈ લક્ષ્મણભાઈ પ્રજાપતિ અને પ્રજાપતિ પરિવાર દ્વારા રામદેવ માનસ કથાનું જાજરમાન આયોજન કરાયું છે. 23 માર્ચના રોજ સવારે 9 કલાકે પોથી યાત્રા નીકળશે. આ ઉપરાંત કથા દરમિયાન દરરોજ ધાર્મિક કાર્યક્રમો ઉજવવામાં આવશે. 24 માર્ચ ને સોમવારે રાત્રે 8-30 થી 9-30 સુધી સત્સંગ સભાનું આયોજન કરાયું છે. જેમાં શક્તિનગરથી દલસુખબાપુ ઉપસ્થિત રહેશે. જ્યારે 24 માર્ચે રાત્રે 8-30 કલાકે જામ જોધપુરના બાળ કલાકારો મા-બાપને ભુલશો નહીં નાટક રજૂ કરશે. 26 માર્ચે જયશ્રીદાસ, અનોપસિંહ વાઘેલા અને આશિષ પ્રજાપતિ સંતવાણી અને સાહિત્ય રસ રજૂ કરશે. 28 માર્ચે દલસુખ પ્રજાપતિ, મહેશ પ્રજાપતિ અને આશિષ પ્રજાપતિ સંતવાણીમાં ભજનની રમઝટ બોલાવશે. કથા દરમિયાન દરરોજ સંતો મહંતો હાજરી આપશે.