હળવદ : તાલુકાના પલાસણ ગામે આગામી તારીખ 14 જાન્યુઆરી થી 22 જાન્યુઆરી સુધી રામચરિત માનસ નવાન્હુ પારાયણ જ્ઞાનયજ્ઞ તેમજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.પલાસણ ગામ દ્વારા 14 થી 22 જાન્યુઆરી સુધી રામચરિત માનસ પારાયણ જ્ઞાનયજ્ઞ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ સવારે 9 થી 12 અને બપોરે 2-30 થી 5-30 સુધી વ્યાસપીઠ પર બિરાજી વક્તા શાસ્ત્રી દુષ્યંત મારાજ (ખાખરેચીવાળા) બિરાજી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. આ પ્રસંગે યોજાનાર યજ્ઞના આચાર્ય પદે હરેશભાઈ રવિશંકરભાઈ શુક્લ- કોંઢવાળી અને ઉપઆચાર્ય પદે ધર્મેન્દ્રભાઈ કિશોરભાઈ વ્યાસ- કોંઢવાળા રહેશે. આ સાથે જ તારીખ 22 જાન્યુઆરીના રોજ બપોરે 12-03 વાગ્યે શક્તિ માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા અને હનુમાનજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવશે. દરરોજ રાત્રે જાણીતા કલાકારો દ્વારા સંતવાણી કાર્યક્રમ યોજાશે. સમગ્ર કથા દરમિયાન વિવિધ સંતો, મહંતો અને મહેમાનો હાજરી આપશે. સમગ્ર કથાનું લાઈવ પ્રસારણ મહાકાળી સ્ટુડિયો-ભલગામડા પર કરવામાં આવશે.