મોરબી : મોરબીના નાની વાવડી ખાતે આશુતોષ મહાદેવ મંદિરની બાજુમાં ભૂમિ ટાવરની બાજુમાં કબીર આશ્રમની સામે સમસ્ત ગોપી મંડળ તથા સોસાયટીના સહયોગથી રામચરિત માનસ નવાહ પારાયણ પ્રેમયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાનો પ્રારંભ તારીખ 22 જાન્યુઆરી ને ગુરુવારથી થશે. બપોરે 3 કલાકે પોથી યાત્રા નીકળશે. વક્તા દિનેશબાપુ કેરાળીવાળા વ્યાસપીઠ પર બિરાજીને દરરોજ બપોરે 2-30 થી સાંજે 6-30 સુધી કથાનું રસપાન કરાવશે. કથા દરમિયાન દરરોજ વિવિધ ધાર્મિક પ્રસંગો યોજાશે. કથાની પૂર્ણાહૂતિ તારીખ 30 જાન્યુઆરી ને શુક્રવારના રોજ થશે. તો આ કથા શ્રવણનો લ્હાવો લેવા સર્વેને જાહેર આમંત્રણ પાઠવાયું છે.