મોરબી : મોરબી તાલુકાના આંદરણા ગામમાં રવિવારે રામામંડળ રમવામાં આવનાર છે. આંદરણા ગામમાં ભાણજીભાઇ પાડલીયા દ્વારા આગામી તા. 22ને રવિવારે રાત્રે 9 કલાકે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કનેસરાધામના બાબા રામદેવ રામામંડળ દ્વારા રામામંડળ રમાશે. જેનો ગામલોકોએ લાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.