મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર દેવ એપાર્ટમેન્ટની બાજુમાં આવેલ વૈભવલક્ષ્મી સોસાયટીમાં આવતીકાલે તા.16ને શનિવારે રાત્રે 8 કલાકે રાધે ગરબી મંડળ દ્વારા રામામંડળનું આખ્યાન ભજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રખ્યાત નેકનામના રામદેવ ગૌસેવા રામામંડળ દ્વારા આ આખ્યાન રજૂ કરવામાં આવશે તેથી ધર્મપ્રેમી જનતાને રામામંડળ આખ્યાનનો લાભ લેવા જાહેર અપીલ કરવામાં આવી છે.