મોરબી : મોરબીના નીચી માંડલ ગામે આવતીકાલે તારીખ 27 ઓક્ટોબર ને શુક્રવારના રોજ રામામંડળ રમાડવામાં આવશે.નીચી માંડલ ગામ નિવાસી પોપટભાઈ ધરમશીભાઈ કુંડારીયા અને રવિભાઈ પોપટભાઈ કુંડારીયા દ્વારા નીચી માંડલ ગામે આવતીકાલે 27 ઓક્ટોબર ને શુક્રવારે રાત્રે 8-30 કલાકે શંકરના મંદિરે રાસંગપરનું પ્રખ્યાત આઈશ્રી ખોડીયાર રામામંડળ રમાડવામાં આવશે. તો રામાપીરનું જીવન ચરિત્ર નિહાળવા સૌને જાહેર આમંત્રણ પાઠવાયું છે.