મોરબીઃ મોરબીના ઉમા હોલની સામે પંચાસર રોડ પર આવેલી અક્ષર પાર્ક સોસાયટીમાં આગામી 25 માર્ચના રોજ ભવ્ય રામામંડળ રમાડવામાં આવશે. 25 માર્ચના રોજ હરજીવનભાઈ દેત્રોજા, રાજેશભાઈ હરજીવનભાઈ દેત્રોજા અને દિલીપભાઈ હરજીવનભાઈ દેત્રોજાના પરિવાર દ્વારા અક્ષર પાર્ક સોસાયટી ખાતે પીઠડાઈ ગૌ-સેવા રામામંડળ પીઠડનું રામામંડળ રમાડવામાં આવશે. જેમાં સાંજે 4 કલાકે રામાપીરનું સામૈયું કરવામાં આવશે. ત્યારબાદ સાંજે 6-30 કલાકે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે રાત્રે 9 કલાકેથી રામપીરનું જીવન ચરિત્ર એટલે કે રામામંડળ ભજવવામાં આવશે.