ટંકારા : ટંકારા તાલુકાના નસિતપર ગામે ધનતેરસનાં દિવસે ગૌશાળાના લાભાર્થે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. ૦૨/૧૧/૨૦૨૧ ને ધનતેરસના શુભ દિવસે રાત્રે ૯.૦૦ વાગ્યે નસિતપર ગામ મુકામે રમેશભાઈ ધરમશીભાઈ કુંડારીયા દ્વારા કનેસરાધામના બાબા રામદેવ રામામંડળ દ્વારા રામામંડળનું આયોજન કરેલ છે. તેમાં એકત્ર થયેલ તમામ ફાળો મારૂતી ગૌશાળા ટ્રસ્ટ નસિતપરમાં આપી દેવાનું રમેશભાઈ ધરમશીભાઇ કુંડારીયા દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. તો દરેક ગૌપ્રેમી જનતાને આ કાર્યમાં સદભાગી થવા મારુતિ ગૌશાળા ટ્રસ્ટ તથા ગામ સમસ્ત દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..