મોરબી : મોરબી તાલુકાના નીચી માંડલ ગામે આગામી તારીખ 6 જાન્યુઆરીના રોજ રામામંડળ રમાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.નીચી માંડલ ગામે ભાણજીભાઈ નરશીભાઈ દેત્રોજા, મહેશભાઈ ભાણજીભાઈ દેત્રોજા અને હિતેશભાઈ ભાણજીભાઈ દેત્રોજાના પરિવાર દ્વારા 6 જાન્યુઆરીને શનિવારના રોજ રાત્રે 9 કલાકે તેના નવા પ્લોટ, લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં આવેલા દેત્રોજા પરિવારના નિવાસ સ્થાને પીઠડ ગામનું પ્રખ્યાત રામામંડળ રમાડવામાં આવનાર છે. જેમાં રામદેવપીર મહારાજનું જીવન ચરિત્ર સંગીતમય શૈલીમાં રજૂ કરવામાં આવશે. તો સર્વે ધર્મપ્રેમી જનતાને આ રામામંડળ નિહાળવા જાહેર આમંત્રણ પાઠવાયું છે.