13 જૂને મહેન્દ્રનગરમાં અનાથ દીકરીના કરિયાવર અર્થે અને 21 જૂને બેલા ખાતે આયોજન: ધર્મપ્રેમી જનતાને પધારવા આમંત્રણમોરબી: મોરબી પંથકમાં ધાર્મિક કાર્યક્રમોની સાથોસાથ સેવાકીય કાર્યો પણ થતા રહે છે. ત્યારે આગામી દિવસોમાં પીપળીના પ્રખ્યાત જય નકળંગ ધણી રામામંડળ દ્વારા મોરબીના મહેન્દ્રનગર અને બેલા ખાતે બે અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.પ્રથમ કાર્યક્રમ મહેન્દ્રનગર ખાતે યોજાશે. જેમાં માતા-પિતા વિનાની અનાથ દીકરીના લગ્નમાં કરિયાવર આપવાના ઉમદા હેતુથી તારીખ 13-06-2026 ને શનિવારના રોજ રાત્રે 08:00 વાગ્યે હરીગુણ સોસાયટી, મહેન્દ્રનગર ખાતે જય નકળંગ ધણી રામામંડળ (પીપળી) નું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવાકીય કાર્યના આયોજક રમેશભાઈ ખીમજીભાઈ જેઠલોજા દ્વારા ધર્મપ્રેમી જનતાને આ પવિત્ર કાર્યમાં સહભાગી થવા અનુરોધ કરાયો છે.બીજો કાર્યક્રમ બેલા ખાતે યોજાશે. તારીખ 21-06-2026 ને રવિવારના રોજ 09:00 વાગ્યે બેલા પટેલ સમાજ વાડી ખાતે પીપળીના પ્રખ્યાત રામામંડળનું ભવ્ય આયોજન કરાયું છે. જેમાં રામદેવજી મહારાજના જન્મથી લઈને સમાધિ સુધીનું આખ્યાન રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમના નિમંત્રક ભરતભાઈ શિવલાલભાઈ સંઘાણી અને મહેન્દ્રભાઈ શિવલાલભાઈ સંઘાણી દ્વારા લોકોને રામામંડળનો લાહવો લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiNews #MorbiUpdate #Ramamandal #PipliRamamandal #Mahendranagar #Bela #ReligiousEvent #SocialWork #CharityEvent