મોરબી મહાપાલિકાના વોર્ડ નં.3માં લોકસેવાનો વારસો અને મજબૂત સંગઠનાત્મક પકડ ધરાવતા રમાબેન બોપલિયાની ભાજપના ઉમેદવાર તરીકે મજબૂત દાવેદારીમોરબી : મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 3 માટે પોતાના સક્ષમ ઉમેદવાર તરીકે રમાબેન કેતનભાઈ બોપલિયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. સામાજિક સેવાના સંસ્કારો અને મજબૂત પારિવારિક પૃષ્ઠભૂમિ ધરાવતા રમાબેન બોપલિયા હવે ચૂંટણી મેદાનમાં ઉતરતા વોર્ડનું રાજકારણ ગરમાયું છે.વોર્ડ નંબર 3 માં ભાજપના ઉમેદવાર રમાબેન કેતનભાઈ બોપલિયા લાંબા સમયથી સામાજિક અને સંગઠનાત્મક પ્રવૃત્તિઓમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. સ્થાનિક સ્તરે લોકો સાથેનો તેમનો સીધો સંવાદ અને લોકપ્રશ્નો વાચા આપવાની તેમની શૈલીને કારણે તેમની પકડ મજબૂત માનવામાં આવે છે. ભાજપ દ્વારા મહિલા ઉમેદવાર તરીકે તેમની પસંદગીને મહિલા સશક્તિકરણ તરફનું એક મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવી રહ્યું છે.પરિવારનો ભવ્ય રાજકીય અને સેવાકીય ઈતિહાસબોપલિયા પરિવારની લોકસેવાની પરંપરા દાયકાઓ જૂની છે. રમાબેનના સસરા સ્વ. અશ્વિનભાઈ બોપલિયાએ વર્ષો સુધી સરપંચ તરીકે સેવા આપીને જનતાના દિલ જીત્યા હતા. આ સેવાનો વારસો તેમના પતિ કેતન અશ્વિનભાઈ બોપલિયા પણ આગળ ધપાવી રહ્યા છે. કેતન બોપલિયા ભાજપના પાયાના અને સક્રિય કાર્યકર છે, જેઓ કિસાન મોરચામાં પણ મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે.વિકાસ માટેની કટિબદ્ધતાચૂંટણી મેદાનમાં ઉતરતા રમાબેન બોપલિયાએ જણાવ્યું હતું કે, 'પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે, તે બદલ હું શીર્ષ નેતૃત્વનો આભાર માનું છું. મારો મુખ્ય ઉદ્દેશ્ય વોર્ડ નંબર 3 ના નાગરિકોની સુખાકારી અને વિસ્તારનો સર્વાંગી વિકાસ કરવાનો છે. લોકોના જે પણ પ્રશ્નો હશે તેનો ત્વરિત અને કાયમી ઉકેલ લાવવા હું નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરીશ.' રમાબેન બોપલિયા સામાજિક ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે. વિસ્તારના પાયાના પ્રશ્નોથી તેઓ સંપૂર્ણ વાકેફ છે. ભાજપના કાર્યકરો અને સ્થાનિકોમાં તેમની લોકપ્રિયતા જીતનો માર્ગ મોકળો કરશે.**********************************#Morbi #MorbiUpdate #MorbiElection2026 #BJP #Ward3 #RamabenBopaliya #LocalBodyElection #GujaratPolitics #MorbiCity #ElectionNews