મોરબી : મોરબીના કેનાલ રોડ પર આલાપ પાર્કની બાજુમાં આવેલા ખોડીયાર પાર્ક-4માં આગામી તારીખ 2 ડિસેમ્બર ને શનિવારના રોજ રામામંડળ રમાડવામાં આવશે.મોરબીના અલ્પેશભાઈ હરિભાઈ વસાણિયા અને સંજયભાઈ હરિભાઈ વસાણિયા દ્વારા તારીખ 2 ડિસેમ્બર ને શનિવારે રાત્રે 9 કલાકે ખોડીયાર પાર્ક-4 ખાતે પીઠડાઈ ગૌ-સેવા રામામંડળ- પીઠડનું પ્રખ્યાત રામામંડળ રમાડવામાં આવશે. જેમાં સંગીતમય શૈલીમાં રામાપીરનું જીવન ચરિત્ર ભજવવામાં આવશે. તો સર્વ ધર્મપ્રેમી જનતાને આ રામામંડળ નિહાળવા જાહેર આમંત્રણ પાઠવાયું છે.