મોરબી : મોરબીના લક્ષ્મીનગર ગામના ચોકમાં તા.9 માર્ચના રાત્રે 9 કલાકે આઈ શ્રી ખોડીયાર રામામંડળ (રાસંગપર) નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રામાપીરનું જીવન ચરિત્ર સંગીતમય શૈલીમાં રજૂ કરવામાં આવશે. આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા શહેરની તમામ જનતાને આયોજક ભગવાનજીભાઈ સામજીભાઈ સિણોજીયા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.