મોરબી : આજરોજ તારીખ 10 નવેમ્બર ને શુક્રવારે રાત્રે 9 કલાકે મોરબીના પંચાસર રોડ પર માધાપર પ્રાથમિક શાળા સામે આવેલી સતવારા સમાજની વાડીમાં રામામંડળ રમાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.આજરોજ મોરબી સતવારા સમાજની વાડી ખાતે સાંણથલીનું પ્રખ્યાત રામામંડળ રમાડવામાં આવશે. જેમાં સંગીતમય શૈલીમાં રામદેવપીર મહારાજનું ચરિત્ર રજૂ કરવામાં આવશે.