મોરબી : મોરબીના ત્રાજપર ખાતે જુના ઘૂંટુ રોડ, સિલ્વર પાર્કની બાજુમાં, ગોકુલ પાર્ક સોસાયટી ખાતે આવતીકાલે તારીખ 30 ઓક્ટોબર ને ગુરુવારના રોજ રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. પૂર્વ સરપંચ અશોકભાઈ વરાણીયાના નિવાસસ્થાને આ રામામંડળ યોજાશે. જેમાં ખારી ગામનું જય રામાપીર રામામંડળ દ્વારા રામદેવપીર મહારાજનું જીવન ચરિત્ર રજૂ કરવામાં આવશે. તો સૌ ભક્તોને આ રામામંડળ નિહાળવા આમંત્રણ પાઠવાયું છે.