મોરબી : મોરબીમાં દયારામ ગણેશભાઈ ડાભી અને ભુરજીભાઈ ગણેશભાઈ ડાભી દ્વારા રામદેવ સાઉન્ડ જે.બી.પટેલના સથવારે તા. 23-2-2025ને રવિવારના રોજ રામામંડળનું આયોજન શનાળા રોડ, લાયન્સ નગર રોડ, નવા જીબી પાછળ, વાઘાણીની વાડી, મોરબી ખાતે કરવામાં આવ્યું છે.જેમાં જય નટરાજના પીર જય ખોડિયાર રામામંડળ ભાડુકિયાધામ નવા ખંઢેરા ધામ ભજવવામાં આવશે. આ રામામંડળ કલાકાર સાગર ભરવાડ દ્વારા ભજવવામાં આવશે. જેમાં રામામંડળનું સંચાલન સાહિત્યકાર સહદેવસિંહ જાડેજા, વિરલ આહીર, મનીષભાઈ દ્વારા કરવામાં આવશે. આ રામામંડળમાં કોમેડી કિંગ અનિલભાઈ મારુ (ઉર્ફે. ટકો) લોકોનું મનોરંજન કરશે. ત્યારે મોરબીની ધર્મ પ્રેમી જનતાને આ રામામંડળનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.