મોરબી : મોરબીમાં દયારામ ગણેશભાઈ ડાભી અને ભુરજીભાઈ ગણેશભાઈ ડાભી દ્વારા રામદેવ સાઉન્ડ જે.બી.પટેલના સથવારે તા. 23-2-2025 ને રવિવારના રોજ રાત્રે મોરબીના શનાળા રોડ, લાયન્સ નગર રોડ, નવા જીબી પાછળ આવેલી વાઘાણીની વાડી ખાતે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં જય નટરાજના પીર જય ખોડિયાર રામામંડળ ભાડુકિયાધામ નવા ખંઢેરા ધામ દ્વારા રામામંડળ ભજવવામાં આવશે. આ રામામંડળ કલાકાર સાગર ભરવાડ, સાહિત્યકાર સહદેવસિંહ જાડેજા હાજર રહેશે. સંચાલક તરીકે વિરલ આહીર અને મનીષભાઈ ઠાકોર હાજર રહેશે. આ રામામંડળમાં કોમેડી કિંગ અનિલભાઈ મારુ (ઉર્ફે. ટકો) લોકોનું મનોરંજન કરશે. ત્યારે મોરબીની ધર્મ પ્રેમી જનતાને આ રામામંડળનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.