મોરબી : ઘુંટુના હળવદ રોડ પર આવેલા હરિ ઓમ પાર્ક દ્વારા રામ પારાયણ જ્ઞાનયજ્ઞનું આવતીકાલે તા. 28 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કથા શ્રવણનો સમય સવારના 9 થી 12 તથા બપોરના ૩ થી ૬ સુધી રહેશે. આ કથામાં વ્યાસપીઠ સ્થાનેથી કિશોર દાસજી બાપુ સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. કથા અંતર્ગત શિવવિવાહ, રામ જન્મ, સીતા સ્વયંવર, રામ વનવાસ, કેવટ પ્રસંગ, શબરી પ્રસંગ, હનુમાન ચરિત્ર, રામરાજ્ય અભિષેક જેવા પ્રસંગોનો શ્રોતાઓને લાભ મળશે. તેમજ રવિવારે બપોરે 12 કલાકે મહાપ્રસાદનો લાભ મેળવી શકાશે.