મોરબી : મોરબીના કેશવનગર (જીવાપર) ગામે આગામી તારીખ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે યોજાનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.અગામી તા. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે યોજાનાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત કેશવનગર (જીવાપર) ગામે સવારે શોભાયાત્રા નીકળશે. ત્યારબાદ બપોરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. બપોરથી સાંજ સુધી રામધૂન અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો આ કાર્યક્રમનો લ્હાવો લેવા સર્વે ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવાયું છે.