ઉમિયા માનવ મંદિર ખાતે ઉમાભવન,અન્નપૂર્ણા ભવન અને ઉમા પાર્ટી પ્લોટનું પણ કરાયું ઉદઘાટન : માનવ મંદિરમાં સંતો, મહંતો, સમાજ શ્રેષ્ઠીઓની ઉપસ્થિતમાં દરિદ્રનારાયણોની થઈ પધરામણીમોરબી : અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના નૂતન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સાથે સાથે ગઈકાલે મોરબીમાં પણ ઉમિયા માનવ મંદિરનું સંતો, મહંતો અને સમાજ શ્રેષ્ઠિઓની ઉપસ્થિતિ વચ્ચે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના લજાઈ પાસે ભીમનાથ મહાદેવના સાનિધ્યમાં મોરબી જિલ્લાના કડવા પાટીદાર પરિવારના 274 જેટલા નિરાધાર દરિદ્રનારાયણો માટે ચોથી જુલાઈ - 2019થી એસી જેટલા રૂમ ધરાવતું ફાઈવ સ્ટાર હોટેલ જેવી સુવિધાઓ વાળું ઉમિયા માનવ સેવા ટ્રષ્ટ દ્વારા ઉમિયા માનવ મંદિર નિર્માણાધિન હતું. અહીં વડીલો માટે એલઈડી સ્ક્રીન,અન્નપૂર્ણા હોલમાં વડીલોને ભાવતા ભોજન પ્રસાદ માટેની વ્યવસ્થા,બે લાખ લિટર વરસાદી પાણીનો સંગ્રહ કરી દરિદ્રનારાયણનોને પીવા માટેની બેનમૂન વ્યવસ્થા, કેમ્પસમાં જ ઉગાડેલા વાવેલા શાકભાજી, ફળ-ફળાદી પુરા પડવાની વ્યવસ્થા તેમજ કેમ્પસની ઉમા ગૌશાળામાંથી જ છાસ,ઘી,દૂધ વગેરે પુરા પડવાની ઉત્તમ વ્યવસ્થા,પાંચ હજાર વૃક્ષો ધરાવતું,સરોવરના કિનારે ત્રીસ વિઘા જમીનમાં પંદર કરોડ રૂપિયાથી વધુ બજેટમાં તૈયાર થયેલા ઉમિયા માનવ મંદિરમાં કડવા પાટીદાર પરિવારના 274 જેટલા દરિદ્રનારાયણોની સંતો, મહંતો સમાજ શ્રેષ્ઠીઓ, દાતાઓની ઉપસ્થિતમાં અયોધ્યા ખાતે મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાની સાથે સાથે ઉમિયા માનવ મંદિરમાં દરિદ્રનારાયણોની પધરામણી કરવામાં આવી હતી.આ પંચામૃત સમારોહમાં માનવ મંદિર ઉમાભવન,અન્નપૂર્ણા ભવન,પાટીદાર પાર્ટીપ્લોટનું લોકાર્પણ અને દાતાઓનું ભવ્યાતિભવ્ય સન્માન કરવામાં આવ્યું આ સમારોહના અધ્યક્ષ જેરામભાઈ વાંસજાળીયા પ્રમુખ ઉમિયાધામ સિદસર દિપ પ્રજ્વલન ડી.એલ.રંગપરિયા મુખ્ય દાતા માનવ મંદિર,ઉમા ભવન,પાટીદાર પાર્ટીપ્લોટ દ્વારા કરાયું હતું. આ તકે, ગાંઠીલા અને સિદસર ધામના સમાજ શ્રેષ્ઠીઓ મુખ્ય મહેમાન રહ્યા.સતધામ સુરતનાના સતશ્રી, સ્વામી પ્રેમપ્રકાસદાસજી સંસ્કારધામ -મોરબી, સંતશ્રી દામજી ભગત, નકલંક ધામ બગથળા સંતશ્રી સોહમદતબાપુ ભીમનાથ મંદિર વગેરે સંતોની સાથોસાથ,મોરબી પંથકની અગ્રણી રાજકીય હસ્તીઓ, ઉદ્યોગકારો એસોસિએશનના હોદેદારો, સમાજના શ્રેષ્ઠીઓ,પાટીદાર સંસ્થાઓના સૂત્રધારો ઉપસ્થિત રહયા હતા.પંચાંમૃત સમારોહમાં ગોપાલભાઈ ચારોલા ઉપપ્રમુખ ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું પોપટભાઈ કગથરા પ્રમુખે ઉમિયા માનવ મંદિરના નિર્માણની સફર માનવ મંદિરના નિર્માણની જરૂરિયાત કેમ થઈ? વગેરે વાતો કરી હતી જાણીતા કથાકાર કથાકાર સતધામ સુરતના સંત સતશ્રીએ આશિર્વચન આપતા જણાવ્યું કે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે,આજના દિવસે 500 વર્ષના સંઘર્ષ બાદ ભગવાન રામ અયોધ્યા ખાતે રામ મંદિરમાં બિરાજમાન થયા છે એમ ઉમિયા માનવ મંદિરમાં દરિદ્રનારાયણોનો પ્રવેશ થયો છે. પોપટભાઈ, ગોપાલભાઈની ટિમ,દાતાઓના દાન થકી આ માનવ મંદિર નિર્માણ પામ્યું છે તેમજ ભારતીય સેનાના જ્વામર્દ સૈનિક હરભજનસિંહની દેશભક્તિ અને રાષ્ટ્રભકતિ વિશે વાત કરી હતી,પૂર્વ કલેકટર અને અગ્રણી રાજકીય હસ્તી બી.એચ.ઘોડાસરા તેમજ જેરામભાઈ વાંસજાળીયાએ માનવ મંદિરના નિર્માણને પોતાની આગવી શૈલીમાં ઉદબોધન કરતા વધાવી લીધું હતું,અને ખુબજ મોટી સંખ્યામાં ઉપસ્થિત બહેનો અને ભાઈઓને નવી પેઢીને વ્યસનથી બચાવવાની શીખ આપી હતી.આ પ્રસંગે બપોરે 12.29 વાગ્યે ભગવાન રામનું પૂજન કરવામાં આવ્યું અને સંતો,મહંતો, સમાજના શ્રેષ્ઠીઓ અને દાતાઓએ ઉપસ્થિત હજારો લોકોએ એકી સાથે ભગવાન રામની આરતી ઉતારી હતી. અંતમાં ઠાકરશીભાઈ ક્લોલા ટ્રસ્ટી ઉમિયા માનવસેવા ટ્રસ્ટ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. ચાર કલાક સુધી ચાલેલા સમગ્ર કાર્યક્રમનું સુચારુ,સંચાલન મોરબીના જાણીતા એંકર,શિક્ષણવીદ દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.અંતમાં સૌ સમૂહ પ્રસાદ લઈ ભગવાન રામના અને દરિદ્રનારાયણોના આશીર્વાદ સાથે કાર્યક્રમ પૂર્ણ કરાયો હતો.