મોરબી : મોરબીના નવલખી ફાટક પાસે ક્રિષ્ના નગર સ્થિત મારૂતિ હનુમાનજીના મંદિરે આગામી તારીખ 2 ફેબ્રુઆરી ને રવિવારે રાત્રે 9 કલાકે રામામંડળ રમાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. ધીરુભાઈ વશરામભાઈ કુંવરીયા (ત્રાજપરવાળા) દ્વારા આ રામામંડળ રમાડવામાં આવશે. જેમાં મોટી માલવણનું પ્રખ્યાત સતગુરુ રામામંડળ રામદેવપીર મહારાજનું જીવન ચરિત્ર ભજવશે.