મોરબી : શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના નિધિ સમર્પણના અભિયાનના પર્વની પૂર્ણાહૂતિ નિમિત્તે શ્રીરામ મહાયજ્ઞનું ભવ્ય અને દિવ્ય આયોજન ભવ્યાતિ ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે કરેલ છે. મહાયજ્ઞના આચાર્ય તરીકે શાસ્ત્રી શ્રીરામ નારાયણભાઈ દવે બિરાજશે. આગામી તા. 1 માર્ચના રોજ મહાયજ્ઞનો પ્રારંભ બપોરે 4 કલાકે થશે. સાંજે 5 કલાકે સાધુ-સંતોના આશીર્વાદ પ્રાપ્ત થશે. સાંજે 6 કલાકે મહાયજ્ઞની પૂર્ણાહુતિ થશે. આ મહાયજ્ઞ શ્રી રામ લલ્લા સંકટ મોચન હનુમાન મંદિર, નવલખી રોડ, ન્યુ રેલવે કોલોની, ધકકાવાળી મેલડીમાં મંદિરની આગળ, મોરબી ખાતે યોજાશે. જેમાં જિલ્લા સંયોજક રામનારાયણભાઈ દવે, મહેશભાઈ બોપલીયા અને જિલ્લા સંત સંયોજક મહંત નિરંજનદાસ મહારાજ દ્વારા રામભક્તોને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમ (વિશ્વ હિંદુ પરિષદ-પ્રચાર-પ્રસાર નગર સંયોજક) ભાવિક ભટ્ટએ યાદીમાં જણાવ્યું છે.