જીવીકે ઇએમઆરઆઈના 108, 181,1962, ખિલખિલાટ સ્ટાફ દ્વારા કોરોના વોરિયર્સને રક્ષા કવચ બંધાયું મોરબી : મોરબી જિલ્લામાં ફરજ બજાવતા જીવીકે ઇએમઆરઆઈના 108, 181,1962, ખિલખિલાટ સ્ટાફ દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મહિલા કર્મચારીઓ દ્વારા કોરોના વોરિયર્સને રક્ષાકવચ બાંધવામાં આવ્યું હતું. મોરબી જિલ્લામાં જીવીકે ઇએમઆરઆઈ પ્રોજેક્ટ હેઠળ મેડિકલ હેલ્થ યુનિટ,108, 181,1962, ખિલખિલાટ દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે મોરબી લાલબાગ 108 ઓફિસ ખાતે કોરોના વોરિયર્સ બધા સ્ટાફને રાખડી બાંધીને રક્ષા બંધન પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..