સંસ્થાઓ અને અમુક બહેનોએ દેશની સરહદના સીમાડાનું રક્ષણ કરતા જાબાઝ સૈનિકોને રાખડી મોકલાવી તેમના રક્ષણની પ્રાર્થના કરી ભુદેવો બળેવ નિમિતે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે યજ્ઞોપવિત ધારણ કરશે મોરબી : મોરબીમાં ભાઈ-બહેનના પવિત્ર હેતપ્રેમની પ્રતીક સમાન રક્ષાબંધન પર્વની કાલે બુધવારે હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવશે. દરેક બહેનો પોતાના વિરલાના કપાળે કુમકુમ તિલક કરી મોઢા મીઠા કરાવી તેના કાંડે રક્ષાકવચ બાંધી ઈશ્વર સમક્ષ પોતાના ભાઈનું રક્ષણ કરવાની પ્રાર્થના કરશે. સામાપક્ષે ભાઈએ પણ બહેને નિર્દોષ સ્નેહ સાથે ભેટ સોગાદ આપી કોઈપણ મુસીબતમાં તેનું રક્ષણ કરવાનું વચન આપશે મોરબીમાં કાલે બુધવારે રક્ષાબંધનના તહેવારે દરેક ઘરમાં ભારે ઉમંગ ઉલ્લાસ જોવા મળશે. દરેક બહેને અગાઉ પોતાના ભાઈ માટે બજારમાંથી અવનવી વેરાયટીઓની રાખડીઓ ખરીદી કરી હતી.જો કે મોરબી સાસરે રહેતી ઘણી બહેનો પોતાના દૂર રહેતા ભાઈના ઘરે ન જઇ શકતા રાખડીઓ પોતાના ભાઈને કુરિયર અને પોસ્ટ મારફતે મોકલાવી હતી આવી ઘણી બહેનોએ આજે પોતાના ભાઈને ફોન કે વીડિયો કોલ કરીને રક્ષાબંધન પર્વ ઉજવશે. જો કે રક્ષાબંધનના પર્વ ઉપર દરેક બહેને પોતાના ભાઈ પ્રત્યે પ્રવિત્ર સ્નેહ વ્યક્ત કરશે અને દરેક બહેનોએ પોતાના વિરલાના કપાળે કુમકુમ તિલક કરી મોઢા મીઠા કરાવી તેના કાંડે રક્ષાકવચ બાંધી ઈશ્વર સમક્ષ પોતાના ભાઈનું રક્ષણ કરવાની પ્રાર્થના કરશે. ભાઈ-બહેન વચ્ચે ભેટ સોગાદ આપવામાં નિદોષ મજાક થતા પરિવારમાં આનંદ કિલ્લોલનું વાતાવરણ જોવા મળશે. જ્યારે નાના ભાઈ બહેન વચ્ચે કાલીઘેલી ભાષામાં નિદોષ મજાક સાથે પવિત્ર સ્નેહ વ્યક્ત કરશે. એકંદરે ભાઈ બહેન વચ્ચે પવિત્ર સ્નેહની લાગણીનો ધોધ વહેશે. જ્યારે દેશના સીમાડાનું પોતાની જાનની બાઝી લગાવીને રક્ષણ કરતા ભારતીય સેનાના જવાનો પ્રત્યે પણ ઘણા મોરબીવાસીઓ અને સંસ્થાઓ તેમજ બહેનોએ સેવેદના દર્શાવી તેમની રક્ષા માટે મોટી સંખ્યામાં અગાઉથી રાખડી મોકલાવી હતી. તેમજ ઘણી સંસ્થાઓ દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરાશે. ઘણી બહેનોએ પોલીસ જવાનોને પણ રાખડી બાંધી તેમની રક્ષા માટે પ્રાર્થના કરશે. તેમજ રક્ષાબંધનના પર્વ ઉપર ભુદેવોને યજ્ઞોપવિત ધારણ કરવાની વિધિ હોવાથી આ માટે બ્રહ્મસમાજ દ્વારા જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાશે.