મોરબી : ભારતીય સાંસ્કૃતિક તહેવારોમાં ભાઈ-બહેનના પ્રેમના પ્રતીક સમાન રક્ષાબંધનની ઉજવણી માટે નવયુગ વિદ્યાલય દ્વારા વિશેષ આયોજન કરાયું હતું. આ આયોજન અંતર્ગત ધોરણ 11 ના વિદ્યાર્થીઓએ વિકાસ વિદ્યાલય ગૃહની મુલાકાત લઈ આ અનાથાશ્રમની બહેનો પાસે રાખડી બંધાવી આ પવિત્ર પર્વ ઉજવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા બહેનોને કોસ્મેટિક્સ બોક્સની ભેટ અપાઈ હતી તેમજ નાસ્તાનું આયોજન કરાયું હતું. સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા તેમજ મેનેજમેન્ટ ટીમ દ્વારા આ પ્રસંગે વિકાસ વિદ્યાલય ગૃહની બહેનોને શુભેચ્છાઓ અપાઈ હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..