મોરબી : ઇન્ડિયન લાયન્સ ક્લબ- મોરબી દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી રક્ષાબંધનની ઉજવણી બાળાઓ સાથે કરવામાં આવે છે. તે પરંપરા મુજબ ગઈકાલે રક્ષાબંધનના દિવસે વિકાસ વિદ્યાલય કલ્યાણ ગ્રામ મોરબી અનાથ આશ્રમ ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી આ સેવાયજ્ઞમાં નરેન્દ્ર મોદી વિચારમંચ તથા દિનદયાળ સેવા સંઘ આ બંને સામાજિક સંસ્થા પણ સાથ સહયોગમાં જોડાયેલ હતી. વિકાસ વિદ્યાલય કલ્યાણગ્રામ મોરબીની બાળાઓને રાત્રિનું ભોજન તથા ભેટ પણ આપવામાં આવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..