વાંકાનેર : ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વાંકાનેર દ્વારા રક્ષાબંધન નિમિતે જાહેર રજા રાખવામાં આવી છે. જેમાં તમામ ખેડૂતભાઈઓ તથા દલાલભાઈઓને અને વેપારીઓને જાણ કરવામાં આવી છે કે, તા. 9-8-2025ને શનિવારના રોજ રક્ષાબંધનની જાહેર રજા હોવાથી ડો. એ.કે.પીરઝાદા માર્કેટ યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે. જેની તમામ સંબંધકર્તાઓએ નોંધ લેવા જણાવાયું છે.