સિવિલ હોસ્પિટલ સ્ટાફ અને પોલીસ જવાનોને બાંધી રક્ષાપોથી: સમાજની સુરક્ષા અને આરોગ્ય સેવામાં કાર્યરત કર્મયોગીઓનું સન્માન કરાયુંમોરબી અપડેટ : મોરબી જિલ્લા રાષ્ટ્ર સેવિકા સમિતિ તથા રામ રાત્રી શાખા દ્વારા પવિત્ર રક્ષાબંધન પર્વ નિમિત્તે સેવા અને સમર્પણના ભાવ સાથે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આ ઉત્સવ અંતર્ગત સમિતિની બહેનોએ સમાજની સેવા અને રક્ષણમાં સતત કાર્યરત કર્મીઓ સાથે રક્ષાબંધન મનાવી ભાઈચારો અને રાષ્ટ્રભાવનાનો સંદેશ આપ્યો હતો.આ પ્રસંગે રાજકોટ વિભાગ સંયોજક કિરણબેન જોષી, મોરબી સંયોજક રશ્મિબેન તેમજ આરતીબેન સહિત રાષ્ટ્ર સેવિકા સમિતિની બહેનોએ મોરબી સિવિલ હોસ્પિટલ, પોલીસ સ્ટેશન તેમજ ટ્રાફિક પોલીસ પોઇન્ટ્સની મુલાકાત લીધી હતી. જ્યાં ફરજ પર તૈનાત પોલીસ જવાનો અને હોસ્પિટલના સ્ટાફને રક્ષાપોથી બાંધી તેમના જનસેવા પ્રત્યેના સમર્પણને બિરદાવવામાં આવ્યું હતું.બહેનોએ સૌ કર્મીઓના સુખ, ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સમાજની સુરક્ષા અને આરોગ્ય સુખાકારી માટે સતત ફરજ બજાવતા કર્મચારીઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરી સામાજિક એકતા અને રાષ્ટ્રપ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.#Morbi #MorbiUpdate #RashtraSevikaSamiti #RakshaBandhan #CivilHospitalMorbi #MorbiPolice #TrafficPolice #SocialHarmony #RakhiCelebration #MorbiNews