મોરબી : મોરબીમાં ફીટનેસ વુમન ગ્રુપ તેમજ નીલકંઠ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે રાખી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. વય પ્રમાણે બે કેટેગરીના ગ્રુપ રાખવામાં આવ્યા છે. જુનિયર ગ્રુપમાં 12 થી 20 વર્ષ અને સિનિયર ગ્રુપમાં 21 થી 50 વર્ષના બહેનો ભાગ લઈ શકશે. બહેનોએ રાખી બનાવા માટેની સામગ્રી સાથે રાખવાની રહેશે.આ રાખી સ્પર્ધા આગામી તારીખ 3 ઓગસ્ટ ને રવિવારના રોજ સવારે 9 થી 12 વાગ્યા સુધી મોરબીના રવાપર રોડ પર આવેલ નીલકંઠ વિદ્યાલય ખાતે યોજાશે. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બહેનોને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. તેમજ બંને ગ્રુપમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબર પર વિજેતા બહેનોને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવશે. પોતાની સુજબુજ અનુસાર વેસ્ટમાંથી બેસ્ટ, યુનિક તેમજ હેન્ડમેડ રાખી બનાવનાર બહેનોને ખાસ પ્રાધાન્ય આપવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન ફી ₹100 રાખવામાં આવી છે રજીસ્ટ્રેશન કરાવવા માટે નીલકંઠ વિદ્યાલય મો. નં. 9512295950, કાજલબેન આદ્રોજા મો. નં. 98795 32457, સાધનાબેન ઘોડાસરા મો. નં. 7984261599 નો સંપર્ક કરવા જણાવ્યું છે.