સીમા સુરક્ષા અને નગરપાલિકા દ્વારા શહેરના માર્ગો પરથી કચરો દૂર કરી વડાપ્રધાન મોદીના જન્મદિવસ અને પ્લાસ્ટિક પ્રદુષણ નિવારણ દિનની ઉજવણી કરી મોરબી : મોરબીમાં આજે વડાપ્રધાન મોદીના જન્મદિવસ અને પ્લાસ્ટિક પ્રદુષણ નિવારણ દિનની ઉજવણીના ભાગરૂપે ખુદ રાજયમંત્રી બ્રિજેશ મેરજા સહિતના મહાનુભવોએ સ્વચ્છતા અભિયાન ચાલવી ખાસ પ્લાસ્ટિકનો કચરો નાબૂદ કર્યો હતો.સીમા સુરક્ષા અને નગરપાલિકા દ્વારા શહેરના માર્ગો પરથી કચરો દૂર કરી વડાપ્રધાન મોદીના જન્મદિવસ અને પ્લાસ્ટિક પ્રદુષણ નિવારણ દિનની ઉજવણી કરી હતી. મોરબી નગરપાલિકા અને સાગર ભારતી સીમા જાગરણ મંચ પર્યાવરણ ગતિવિધિ સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર તેમજ પ્લાસ્ટિક મુક્ત મોરબી અભિયાન હેઠળ આજે શહેરના માર્ગો ઉપર સફાઈ અભિયાન ચાલવીને વડાપ્રધાન મોદીના જન્મદિવસ અને પ્લાસ્ટિક પ્રદુષણ નિવારણ દિનની ઉજવણી કરી હતી. જેમાં રાજયમંત્રી બ્રિજેશ મેરજા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, પાલિકાના સ્વચ્છતા ચેરમેન અનિરુદ્ધસિંહ અને મનુભાઈ કૈલા સહિતના મહાનુભાવો જોડાયા હતા. આ મહાનુભાવો તેમજ નગરપાલિકાની ટીમ અને સીમા જાગરણ મંચના કાર્યકરોએ શહેરના મુખ્યમાર્ગો ઉપરથી પ્લાસ્ટિકનો કચરો દૂર કરી મોરબીવાસીઓને પ્લાસ્ટિક મુક્ત મોરબી અભિયાનમાં જોડાવાની હાકલ કરી હતી.