મોરબી : કોરોનાના કહેર વચ્ચે મોરબી જિલ્લાની અનેક ગ્રામ પંચાયતોએ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા નોટિસો જાહેર કરવામાં આવી છે. જે નોટિસ મુજબ ગામલોકોએ પોતાના ઘર આસપાસ ક્યાંય કચરો ફેંકવો નહિ, પંચાયત દ્વારા ડોર ટુ ડોર કલેક્શન માટે આવેલ વાહનમાં જ કચરો નાખવો, ગામની કોઈપણ દુકાનોમાં ઠંડાપીણાં, આઈસ્ક્રીમ, ગુલ્ફી, પેપ્સી જેવી વસ્તુઓનું વેચાણ કરવું નહિ. વધુમાં, ગ્રામજનોએ જાહેર સ્થળોએ થૂંકવું નહિ, જો થુક્તાં પકડાઈ તો હજનાળી ગ્રામ પંચાયત દ્વારા સ્થળ પર જ રૂ. 500નો દંડ વસુલ કરવામાં આવશે. તેમજ પાંડાતીરથ ગ્રામ પંચાયત દ્વારા રૂ. 5000નો દંડ વસુલવામાં આવશે. આ ઉપરાંત, સરકારી એજન્સીઓ દ્વારા જાહેર કરવામાં આવેલા સમાચારો પર જ વિશ્વાસ કરવા તેમજ અફવાઓ પર ધ્યાન ના આપવા અપીલ કરવામાં આવી છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/