મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરની જનતાની સુખાકારી માટે એક ભવ્ય સાંસ્કૃતિક ઓડિટોરીયમનું નિર્માણ કરવામાં આવનાર છે. આ પ્રોજેક્ટને વધાવવાની સાથે જ મોરબીના રાજવી પરિવારના પ્રદાન અને ઇતિહાસને જીવંત રાખવા માટે રાજપૂત યુવક મંડળના ટ્રસ્ટી કનકસિંહ જાડેજા દ્વારા કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.ઐતિહાસિક વારસાને જાળવવાની રજૂઆતરાજપૂત યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખ કનકસિંહ ડી. જાડેજા દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, મોરબી રાજ્ય પરિવારે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે 31/01/1963ના રોજ મહારાજા મહેન્દ્રસિંહજી ટાઉન હોલનું નિર્માણ કરી જનતાને અર્પણ કર્યું હતું. આ સાથે જ જનતાના આગ્રહથી ત્યાં મહારાજા મહેન્દ્રસિંહજીનું સ્ટેચ્યુ પણ મૂકવામાં આવ્યું હતું, જે હાલ નગરપાલિકાની હદમાં મોજૂદ છે.શું છે મુખ્ય માંગણી?રાજપૂત યુવક મંડળે માંગ કરી છે કે, નવા બનનારા સૂચિત ઓડિટોરીયમનું નામકરણ 'મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ' રાખવામાં આવે. મહારાજા મહેન્દ્રસિંહજીનું સ્ટેચ્યુ પણ આ નવા ઓડિટોરીયમ પાસે સ્થાપિત કરવામાં આવે.ઈતિહાસને બદલી શકાય નહીંરજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે આ એક હેરિટેજનો વિષય છે. મોરબીના રાજવી પરિવારે પ્રજાલક્ષી હજારો કાર્યો કર્યા છે, જે એક જીવંત ઈતિહાસ છે અને તેને બદલી શકાય નહીં. નવા પ્રોજેક્ટ્સ આવકાર્ય છે, પરંતુ ઈતિહાસનું જતન થવું પણ એટલું જ જરૂરી છે. આ રજૂઆતની નકલ મહારાજકુમારી રૂક્ષ્મણીદેવીજી, મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને જિલ્લા કલેક્ટરને પણ મોકલવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MaharajaMahendrasinhji #Auditorium #Heritage #RajputYuvakMandal #MorbiNews #LocalAdministration