ટૂંક સમયમાં સમસ્યાનું નિરાકરણ નહી આવે તો ઉગ્ર પ્રદર્શનની ચીમકી ઉચ્ચારાઈમોરબી : મોરબીમાં જેલ ચોકથી લીલાપર ચોકડી સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં હોવાથી મોરબી તાલુકાના રાજપૂત કરણી સેનાના પ્રમુખ રવિરાજસિંહ જાડેજાએ રજૂઆત કરી સમસ્યાનું નિરાકરણ કરવા માગ કરી છે.આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, હમણાં થોડા દિવસ પહેલા જ લીલાપર રોડ ઉપર એક બ્રિજ ધરાશાઈ થઈ ગયો હતો. પરંતુ સદનસીબે કોઈ રાહદારીને જાનહાનિ થઈ નહોતી. પરંતુ ક્યાં સુધી ત્યાંની પ્રજાએ હાલાકીનો સામનો કરવો પડશે ? પ્રજાને પડતી પારાવાર મુશ્કેલી ક્યા સુધી સહન કરવાની? જો કોઈ પ્રસુતાને હોસ્પિટલ લઈ જવામાં આવે તો રસ્તામાં જ ડિલિવરી થઈ જાય તેવી રસ્તાની હાલત છે. ખરાબ રોડ રસ્તાના કારણે કમરના દુઃખાવા પણ થઈ જાય તેમ છે. આ વિસ્તારમાં રહેતા લોકો સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો હોવાનો આરોપ પણ રવિરાજસિંહ જાડેજાએ લગાવ્યો છે.જો આવનાર દિવસોમાં આ સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે અને રોડ રસ્તા બનાવવામાં નહી આવે તો લોકોને સાથે રાખીને વિરોધ પ્રદર્શન કરી ધારાસભ્યના કાર્યાલનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.