પાણીના ફિલ્ટર પ્લાન્ટ બંધ હોય શુદ્ધ પાણી નહિ અપાય તો 40 ગામના સરપંચો સાથે પાણીના સંપનો ઘેરાવો કરશે મોરબી : મોરબી તાલુકા ગામડાઓના લોકોને સરકારી તંત્ર ફિલ્ટર કર્યા વગર પાણી વિતરણ કરતું હોય જન આરોગ્ય સાથે થઈ રહેલા ચેડાં ને રોકવા રાજપુત કરણી સેના મોરબી જિલ્લા ટીમ મેદાને આવી છે અને પાણીના ફિલ્ટર પ્લાન્ટ પણ બંધ હોય શુદ્ધ પાણી વિતરણ ન થાય તો રાજપુત કરણી સેના મોરબી જિલ્લા ટીમ અને 40 ગામના સરપંચો સાથે પાણીના સંપનો ઘેરાવો કરશે.મોરબી બાયપાસ નજીક આવેલ સંપ છે ત્યાંથી મોરબી તાલુકાના આજુબાજુના ચાલીસ ગામડા ઓને પાણી પૂરું પાડવામાં આવે છે આ સંપમાં પાણી શુદ્ધ કરી શુદ્ધ પાણી ગામડાઓ સુધી પહોંચાડવા માટે કોન્ટ્રાક્ટ આપેલ છે પણ છેલ્લા બે વર્ષથી આ કોન્ટ્રાક્ટર પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં કલોરિનેશન કરાતું નથી અને એમને એમ શુદ્ધ કર્યા વગર પાણી ગામડા સુધી પહોંચતું કરવામાં આવે છે. હકીકતમાં પાણીનો ફિલ્ટર પ્લાન્ટ પણ બંધ છે આ કાર્ય કરવા માટે જે 15 લોકોનો સ્ટાફ છે એ સ્ટાફ પણ રાખવામાં આવતો નથી.વધુમાં આ સ્થળે રાજપુત કરણી સેના પહોંચતા ત્યાં જઈ જોયું તો માત્ર બે જ લોકોનો સ્ટાફ રખાયો છે અને પાણીના ફિલ્ટર પ્લાન્ટ પણ બંધ છે આ બધું જોતા નક્કી કરાયું હતું કે, 40 ગામના લોકોના આરોગ્ય સાથે છેડા થાય છે ત્યારે રાજપુત પાણી સેના મોરબી જિલ્લા પ્રમુખ મનોજસિંહ જાડેજા અને તાલુકા પ્રમુખ જયદેવસિંહની જાડેજા અને શહેર પ્રમુખ અશોકસિંહ ચુડાસમા ટીમના સદસ્યોએ કોન્ટ્રાક્ટર અને ત્યાંના સ્ટાફને ખખડાવીને દસ દિવસનું અલ્ટીમેશન આપ્યું છે, કે જો દસ દિવસની અંદર પ્લાન્ટ શરૂ નહીં થાય તો રાજપુત કરણી સેના મોરબી જિલ્લા ટીમ અને 40 ગામના સરપંચો સાથે આ સંપનો ઘેરાવો કરશે. આ તકે રાજપુત કરણીસેનાએ તંત્ર અને મોરબીના ધારાસભ્યને રજૂઆત કરી છે કે આ જે કાંઈ જવાબદાર લોકો છે તેના પર કાર્યવાહી કરીને આ કોન્ટ્રાકટ રદ કરીને કોન્ટ્રાક્ટ બીજા વ્યક્તિઓને આપવામાં આવે અને તાત્કાલિક પણે પાણીમાં જે કલોરિન અને જે કાંઈ ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરાવવાના છે તે તાત્કાલિક પણે કરાવે અને અમોને વિશ્વાસ છે કે મોરબી જિલ્લાના પ્રતિનિધિ તરીકે તેમની ફરજ સમજી અને જલ્દીથી જલ્દી આ કાર્યને સંપૂર્ણ કરશે.આ તકે મોરબી જિલ્લા મહામંત્રી રવિરાજસિંહ જાડેજા મોરબી તાલુકા પ્રવક્તા અશોકસિંહ ઝાલા હાજર રહ્યા હતા.