મોરબી : મોરબી જિલ્લા રાજપૂત કરણી સેનાની મહિલા પાંખ દ્વારા આજરોજ મહિલા દિવસ નિમિત્તે વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને ભોજન કરાવીને મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.રાજપૂત કરણી સેનાના મોરબી જિલ્લા મહિલા પાંખ પ્રમુખ ગાયત્રીબા જાડેજા તેમજ શહેર પ્રમુખ ઇલાબા ઝાલા, ભુમિબા ઝાલા, અરૂણાબા ઝાલા, કૈલાસબા જાડેજા, જાડેજા કૈલાસબા આઈ., ધર્મિષ્ઠાબા જાડેજા, દક્ષાબા ઝાલા, જનકબા જાડેજા, સોનલબા જાડેજા, હંસાબા ઝાલા, ગાયત્રીબા જાડેજા, તારાબા જાડેજા, જયોતિબા જાડેજા અને મોરબી જિલ્લાની મહિલા પાંખની સંપૂર્ણ ટીમ દ્વારા આજ રોજ વૃદ્ધાશ્રમ મુકામે જઈને પોતાના હાથે ભોજન પીરસીને વૃદ્ધ આશ્રમમાં નિવાસ કરતા લોકો સાથે મહિલા દિવસની ઉજવણી કરીને સર્વે વૃદ્ધ માતા-પિતાના આશીર્વાદ લઈને નારી શક્તિની ઉદારતાનું ઉત્તમ ઉદાહરણ પૂર પાડ્યું હતું.