મહિલા સફાઈ કર્મચારી પર થયેલા અધમ કૃત્યને સખત શબ્દોમાં વખોડી કાઢી જરૂર પડ્યે ફાસ્ટ કોર્ટમાં જવા માટે પણ તૈયારી દર્શાવી મોરબી : મોરબીના રવાપર નજીક રાત્રી સફાઈ કરતા આધેડ વયના સફાઈ કર્મચારીનું બે શખ્સોએ અપહરણ કરી દુષ્કર્મ આચર્યાના બનાવના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે મોરબી જિલ્લા રાજપૂત કરણી સેનાએ આરોપીઓને કડકમાં કડક સજા આપવા અને મહિલા સફાઈ કર્મચારી પર અધમ કૃત્યને સખત શબ્દોમાં વખોડી કાઢી જરૂર પડ્યે ફાસ્ટ કોર્ટમાં જવા માટે પણ તૈયારી દર્શાવી છે. મોરબીમાં ત્રણેક દિવસ પહેલા આધેડ વયના મહિલા સફાઈ કર્મચારી સાથે જે ધૃણાસ્પદ કૃત્ય થયું તેને મોરબી જીલ્લા રાજપૂત સમાજ તેમજ રાજપૂત કરણી સેના વખોડી કાઢે છે. આ ગંભીર અપરાધના બનાવમાં આરોપી પકડાયા છે. તેને સખતને સખત સજા થાય અને આવા આવારા તત્વોને સબક મળે સંબધિત તંત્ર અને સરકાર વહેલીમાં વહેલી તકે આ કેસ નિકાલ કરે આવી અપીલ કરે છે. તે માટે મોરબી જિલ્લા રાજપૂત કરણી સેના સફાઈ કર્મચારી પડખે છે અને ગમે ત્યારે જરૂર પડે ત્યારે કાઈપણ કરવું પડે તો બહેનની સાથે છે અને જરૂર પડ્યે ફાસ્ટ કોર્ટમાં જવા માટે પણ તૈયારી દર્શાવી છે.