મોરબી : અખિલ ગુજરાત રાજપૂત યુવા સંધના 40 માં સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે તારીખ 6 એપ્રિલ ને રામનવમીના પવિત્ર દિવસે મોરબીમાં રાજપૂત ઈતિહાસ જ્ઞાન કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 13 વર્ષથી વધુ ઉંમરના મોરબી જિલ્લાના કોઈ પણ રાજપૂત સમાજના ભાઇઓ તથા બહેનો ભાગ લઈ શકશે.રાજ્ય સ્તરે પ્રથમ, બીજા અને ત્રીજા નંબરે ઉતીર્ણ થનારને અનુક્રમે 25000/- 21000/- અને 15000/- રૂપિયા રોકડ તથા ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલથી સન્માનિત કરવામાં આવશે. જિલ્લામાં પ્રથમ, બીજા, અને ત્રીજા નંબરે ઉતીર્ણ થનારને અનુક્રમે 5100/- 3100/- અને 2100/- રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવશે. કસોટી આપવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન માટે 31 માર્ચ છેલ્લો દિવસ છે. કસોટીની તૈયારી માટેનું મટીરીયલ તેમજ સ્થળ સમય અને તમામ જરૂરી માહિતી રજિસ્ટ્રેશન થયા પછી બધાજ પરીક્ષાર્થીઓને વોટસએપ પર આપવામાં આવશે. આ કસોટી તદન ફ્રી છે. કોઈ જ ફી ભરવાની નથી. કસોટીનો હેતુ ઈતિહાસ વિશે રસ રુચિ કેળવાય તે છે. રજિસ્ટ્રેશન માટે જે. એમ. જાડેજા (9925248255), ઓમદેવસિંહ જાડેજા (9825620352), યોગીતાબા રાણા (9173192708) નો સંપર્ક કરવા જણાવાયું છે.