મહિલા સરપંચને સસ્પેન્ડ કરાવવાની ગર્ભિત ચીમકી આપતા બન્ને શખ્સો વિરુદ્ધ ગુંન્હો દાખલમોરબી : મોરબી તાલુકાના રાજપર કુંતાસી ગામના મહિલા સરપંચ ત્રણેક મહિના પૂર્વે ગામમાંથી પસાર થતા હતા ત્યારે ગામના જ બે શખ્સોએ ગોધરી થોડી ગામની સરપંચ હોય તેમ કહી જાહેરમાં આને તો સસ્પેન્ડ કરાવી દેવી છે કહી જાતિ પ્રત્યે અપમાનિત થાય તેવા શબ્દો બોલી બીજી વખત પંચાયત કચેરી પાસે સરપંચ પગથિયાં ચડતા હતા ત્યારે પણ ફરી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતા બન્ને આરોપીઓ વિરુદ્ધ એટ્રોસીટી એકટ મુજબ ફરિયાદ નોંધાવતા ચકચાર જાગી છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના રાજપર કુંતાસી ગામના સરપંચ નર્મદાબેન મનોજભાઈ ધોરીયાણી ઉ.32એ આરોપી મનસુખ અવચરભાઈ દેત્રોજા અને સંદીપ ખીમજીભાઈ મેંદપરા રહે.બન્ને રાજપર કુંતાસી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેઓ એક વર્ષથી ગામના સરપંચ હોય જે આ બન્ને આરોપીઓને સામાપક્ષના હોવાથી સારું નહિ લાગતા અવાર નવાર ગોધરી કહી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી સરપંચ તરીકે સસ્પેન્ડ કરાવવાની ગર્ભિત ધમકી આપતા હતા.ત્રણેક મહિના પૂર્વે પણ તેઓ બજારમાંથી ખરીદી કરીને આવતા હતા ત્યારે તેમજ ગ્રામ પંચાયત કચેરીએ પગથિયાં ચડતા હતા ત્યારે પણ જાતિ પ્રત્યે અપમાનિત કરતા અંતે તેઓએ બન્ને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસીટી એકટ મુજબ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.