એ ડિવિઝન પોલીસે છકડા રિક્ષાના ચોરખાનામાંથી ૫૦૦૦ રૂપિયાની કિંમતનો દેશી દારૂ અને રીક્ષા મળી ૪૫ હજારનો મુદામાલ જપ્ત કર્યો મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસે છકડો રીક્ષામાં નવતર પ્રકારે દારૂની હેરફેર કરી રાજકોટ કુબલિયા પરામાંથી મોરબીમાંદેશી દારૂ વેચવા આવેલા શખ્સને તેમજ મોરબીના એક શખ્સને ૪૫ હજારના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. એ ડિવિઝન પો.ઈન્સ. આર.જે.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારુન્જુગારની પ્રવુતિ નેસ્ત-નાબુદ કરવા સારુ સવેંલન્સ સ્ટાફના હેડ કોન્સ. રસિકભાઈ ભાણજીભાઈ તથા અ.હે.કોન્સ… મણિલાલ રામજીભાઈ તથા અ.પો.કો. કિશોરભાઈ મેણંદભાઈ તથા અ.પો.કો. શક્તિસિંહ લખધીરસિંહ તથા અ.પો.કો. શેખાભાઈ સગરામભાઈ તથા અ.પો.કોં રણજીતસિંહ ઉમેદસિંહ તથા અ.પો.કો. ભરતભાઈ આપાભાઈ તથા અ.પો.કો. અજીતસિંહ લક્ષ્મણસિંહ વિ. રટાકના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમ્યાન મણિલાલ રામજીભાઈનાઓને બાતમી હકિકત મળેલ કે, રવાપર રોડ થઇ સાયન્ટીકીક રોડથી કાલિકા પ્લોટમાં એક અતુલ શક્તિ લોડીંગ રીક્ષા નંબર-જીજે-૩-બીટી ૩૬૬૯ માં દેશી દારુનો જથ્થો ભરી આવનાર છે જે હકિકત આધારે નર્મદા હોલ, કાલિકા પ્લોટ પાસે વોચ ગોઠવવામાં આવતા લોડીંગ રીક્ષા નર્મદા હોલ, કાલિકા પ્લોટ પાસેથી પસાર થતા જેને ઉભી રાખી કોર્ડન કરી તપાસ કરતા રીક્ષામાં (૧) ચમન સુરેશભાઈ સાસકિયા જાતે કોળી ઉ.૩૦ રહે. કુબલિયા પરા, શેરી-પ. ભાણજી બાપાના પુલ પાસે, રાજકોટ તથા (૨) રાહુલ પ્રવિણભાઈ ગોહિલ જાતે ઓડ રહે. કાલિકા પ્લોટ, બાવા અહૈમદશાહની મસ્જીદ પાછળની શેરીમાં, મોરબી વાળા મળી આવ્યા હતા. આ લોડીંગ રીક્ષામાં પાછળના ભાગે એક લોખંડના પતરાનુ બોક્ષ બનાવેલ જેની નીચે તપાસ કરતા પ્લાસ્ટિકના બાયકા નંગ-૦૫ જે તમામ બાચકામાં બુંગિયા નંગ ૫૦ દેશી દારૂ ૨૫૦ લિટર કિં. રૂ. ૫,૦૦૦ તથા અતુલ લોડીંગ રીક્ષા કિં રૂ. ૪૦,૦૦૦ મળી કુલ રૂ. ૪૫,૦૦૦ નો મુદ્દમાંલ સાથે મળી આવતા તેઓના વિરુધાર્મા પ્રૌહી. એક્ટ ક્લમ-૬૫(ઈ), ૮૧, ૯૮ મુજબ અત્રેના ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી.