ટંકારા પાસે આર્ય વિદ્યાલયમની નજીક અકસ્માત સર્જાયો : કારમાં સવાર બેનો ચમત્કારિક બચાવ ટંકારા : મોરબી - રાજકોટ હાઈવેનું ફોર લેનનું કામ ચાલી રહ્યું છે. આ કામ દરમિયાન સાવચેતી માટેના જરૂરી સાઈન બોર્ડ કે તકેદારી રાખ્યા વગર આડેધડ કામ થઇ રહ્યું છે. જેના કારણે વારંવાર જીવલેણ અકસ્માત સર્જાય છે અને નિર્દોષ માનવ જિંદગીઓનો ભોગ લેવાય છે. આવી જ એક ઘટનામાં આજે મોડી સાંજે ટંકરા નજીક એક કાર નાલા નીચે ખાબકી હતી. બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારાથી એકાદ કિમી દૂર આર્ય વિદ્યાલયમની પાસે 8 વાગ્યાના સુમારે રાજકોટ બાજુ જતી કાર રોડ ઉપર બની રહેલ નાલા નીચે ખાબકી હોય ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં ધડાકો સાંભળી બાજુની સ્કુલ સ્ટાફ અને વિધાથી દોડી ગયા હતા અને કારમાં સવાર બે વ્યક્તિને બહાર કાઢ્યા હતા. જેમા સીટ બેલ્ટ બાંધ્યા હતા તેથી બંને નો ચમત્કારિક બચાવ થયો હતો. જોકે કાર નો રીતસર કુચડો બોલી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે મોરબી - રાજકોટ હાઇવે પર સાવચેતી માટેના જરૂરી સાઈન બોર્ડ કે તકેદારી રાખ્યા વગર આડેધડ ફોર લેનનું કામ થઇ રહ્યું છે. આ રોડ પર કાયમી ચાલતા હોય તે લોકો સિવાય કોઈ પણ અજાણ્યો વાહન ચાલાક પસાર થઇ તો ચોક્કસ અકસ્માત થવાની પુરી શક્યતા છે.