મોરબી : હાલમાં અમદાવાદ - રાજકોટ વચ્ચે ચાલી રહેલા રેલવે ડબલ ટ્રેકની કામગીરીમાં રેલવેના ઢંગધડા વગરના આયોજનને કારણે આજે રાજકોટ રિવા ટ્રેન બે કલાક મોડી ઉપડ્યા બાદ વાંકાનેર ખાતે સાત કલાકથી ટ્રેન રોકી દેવામાં આવતા મુસાફરોમાં રોષ વ્યાપી ગયો છે જો કે હજુ પણ આ ટ્રેન ક્યારે ઉપડશે તે અંગે રેલવેએ કોઈ સ્પષ્ટતા ન કરતા મુસાફરોની હાલત દયનિય બની છે.