ડમ્પર, હિટાચી અને હોડકા સહિત રૂ. 80 લાખથી વધુના મુદામાલ સાથે આરોપીઓને પકડી સ્થાનિક પોલીસને સોંપાયામોરબી: રાજકોટ રેન્જની ટીમે મોરબી જિલ્લાના હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ટીકર ગામની સીમમાં બ્રાહ્મણી નદીના કાંઠે ચાલતા ગેરકાયદેસર રેતી ખનન પર મોટી કાર્યવાહી કરી છે. આ રેડમાં પોલીસે 1 ડમ્પર, 1 હિટાચી મશીન અને 1 હોડકું મળીને કુલ રૂપિયા 80,00,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.મળતી માહિતી મુજબ, રાજકોટ રેન્જના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એન. મોરી, બી.સી. મીયાત્રા, સી.એમ. કાંટેલીયા તથા સ્ટાફના ધર્મેન્દ્રસિંહ વાઘેલા, રાજદીપસિંહ ઝાલા, દિલીપસિંહ સિંધવ અને ફતેસંગ પરમારને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. ગેરકાયદેસર ખનન કરતા શખ્સોને પકડી પાડી સ્થાનિક હળવદ પોલીસ સ્ટેશનના સ્ટાફને બોલાવી આરોપીઓ અને મુદ્દામાલ સોંપી દેવામાં આવ્યો હતો.#Morbi #MorbiUpdate #Halvad #Tikar #SandMining #IllegalMining #RajkotRangePolice #GujaratPolice #CrimeNews