મોરબી : મોરબી જિલ્લામાં રાજકોટ રેન્જ આઈજીપી અશોકકુમાર યાદવ વાર્ષિક ઈન્સ્પેક્શન માટે મોરબીમાં છે ત્યારે તેઓએ મોરબી સબ જેલની મુલાકાત લીધી હતી. અશોકકુમાર યાદવે મોરબી સબ જેલની મુલાકાત દરમિયાન જેલમાં રહેલા તમામ બંદીવાન ભાઈઓ-બહેનોને મળી તેઓની વાત સાંભળી હતી. સાથે જ જેલની સુરક્ષા, જેલ શિસ્ત અને સલામતી બાબતે સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. આ તકે જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નાયબ પોલીસ અધિક્ષક ઝાલા, એલસીબી પીઆઇ ઢોલ, એસોજી પીઆઇ પંડ્યા, પીઆઇ વાળા તેમજ સંલગ્ન સ્ટાફનો સહકાર મળ્યો હતો. મુલાકાત દરમિયાન જેલ અધિક્ષક ડી.એમ.ગોહેલ તેમજ જેલર વિનોદ ચાવડા અને તમામ જેલ સ્ટાફ હાજર રહ્યા હતો અને મુલાકાતને સફળ બનાવી હતી.