મોરબી : પશ્ચિમ રેલવેએ રાજકોટ અને પોરબંદર વચ્ચે અઠવાડિયામાં 6 દિવસ (મંગળવાર સિવાય) દોડનારી ટ્રેન નંબર 09595 રાજકોટ-પોરબંદર સ્પેશિયલના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. 8મી મે, 2023 થી આ ટ્રેન રાજકોટ સ્ટેશન થી 30 મિનિટ વહેલા ઉપડશે. રેલવે વિભાગના જણાવ્યા મુજબ હાલના 15.15 કલાકના સમયને બદલે આ ટ્રેન 14.45 કલાકે ઉપડશે અને પોરબંદર સ્ટેશને 19.10 કલાકે પહોંચશે. નોંધનીય છે કે ટ્રેન નંબર 09596 પોરબંદર-રાજકોટ સ્પેશિયલ ટ્રેનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ટ્રેનના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન વિશે વિગતવાર માહિતી માટે, કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.inની મુલાકાત લેવા અનુરોધ કરાયો છે. [caption id='attachment_200685' align='alignnone' width='300'] 1278345107[/caption]