મોરબી : રાજકોટના બે અગ્રણીઓ રૂ. 25-25 લાખનું અનુદાન આપીને સરદારધામના ટ્રસ્ટી તરીકે જોડાયા છે. સરદારધામની વૈચારીકયાત્રામાં સરદારધામના સ્થાપક ટ્રસ્ટી ગોવિંદભાઇ વરમોરા (સન હાર્ટ ગૃપ-મોરબી), ટ્રસ્ટી નાથાભાઇ કાલરીયા (રાજકોટ), પ્રમુખસેવક ગગજી સુતરીયા અને ટીમ સરદારધામની વિનંતીને માન આપીને વલ્લભભાઇ એ. વડાલીયા (વડાલીયા ગૃપ-રાજકોટ) રૂ. 25 લાખ લખાવીને તેમજ મનસુખભાઇ પી. પટેલ (હાઇબોન્ડ સિમેન્ટ પ્રા.લી.-રાજકોટ) રૂ. 25 લાખ લખાવીને ટ્રસ્ટી તરીકે જોડાયા છે. તે બદલ ટિમ સરદારધામ અને સમગ્ર ટ્રસ્ટીગણ વતી તેમને હૃદયપૂર્વકના વંદન સાથે અભિનંદન પાઠવવામાં આવ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..