મોરબી : પશ્ચિમ રેલવે દ્વારા હોળીના તહેવાર નિમિત્તે મુસાફરોની સુવિધા માટે રાજકોટ – મહેબૂબનગર સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવામાં આવ્યા છે. ટ્રેન સંખ્યા 09575/09576 રાજકોટ – મહેબૂબનગર (સાપ્તાહિક) સ્પેશિયલ (10 ટ્રિપ)ટ્રેન સંખ્યા 09575 રાજકોટ – મહેબૂબનગર સ્પેશિયલ (દર સોમવારે): આ ટ્રેનના ફેરા 2 માર્ચ થી 30 માર્ચ, 2026 સુધી લંબાવવામાં આવ્યા છે. ટ્રેન સંખ્યા 09576 મહેબૂબનગર – રાજકોટ સ્પેશિયલ (દર મંગળવારે): આ ટ્રેનના ફેરા 3 માર્ચ થી 31 માર્ચ, 2026 સુધી લંબાવવામાં આવ્યા છે.ટ્રેન સંખ્યા 09575 ના લંબાવવામાં આવેલા ફેરાનું બુકિંગ 21 ફેબ્રુઆરી, 2026 થી તમામ PRS કાઉન્ટરો અને IRCTC ની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, કોચનું માળખું અને સમય વિશેની વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.