મોરબી : રાજકોટમાં ગેમઝોનની આગ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 26ના મોત નોંધાયા છે. તો બીજી બાજુ આટલા મૃતદેહો સિવિલ હોસ્પિટલમાં પહોંચતા સ્ટાફ પણ ઓછો પડી રહ્યો છે. તેવામાં બહારથી તબીબો બોલાવવામાં આવી રહ્યા છે.રાજકોટના નાના મવા રોડ ઉપર આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં આજે લાગેલી આગમાં 26 લોકોના મોત નિપજ્યા છે. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક હજી પણ વધવાની શકયતા છે. તેવામાં સિવિલ હોસ્પિટલમાં એક પછી એક મૃતદેહો પહોંચતા ત્યાં પણ ભારે અફરાતફરી મચી છે. એઇમ્સના તબીબોની ટિમ પણ રાજકોટ સિવિલમાં પહોચી છે.વધુમાં પરાપીપળીયા નજીક આવેલ એઇમ્સ હોસ્પિટલમાં પણ ઇજાગ્રસ્તો માટે 30 બેડ રિઝર્વ રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. તો બીજી બાજુ અમદાવાદથી 40 તબીબોની ટિમ બોલાવવામાં આવી છે. આ ટીમ રાજકોટ સિવિલ હોસ્પિટલ આવવા માટે અમદાવાદથી રવાના થઈ ગઈ છે.