મોરબી : પશ્ચિમ રેલવે દ્વારા હાલમાં મુસાફરોની ઓછી સંખ્યાને કારણે ટ્રેન નંબર 09545/09546 રાજકોટ-ભુજ-રાજકોટ ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનને રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નંબર 09545 રાજકોટ-ભુજ ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલ 07 ઓગસ્ટ, 2025 થી 27 સપ્ટેમ્બર, 2025 સુધી રદ્દ રહેશે. ટ્રેન નંબર 09546 ભુજ-રાજકોટ ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલ 08 ઓગસ્ટ, 2025 થી 28 સપ્ટેમ્બર, 2025 સુધી રદ્દ રહેશે. ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.મહત્વનું છે કે, રાજકોટ-ભુજ સ્પેશિયલ ટ્રેન ગત માર્ચ મહિનામાં ચાલુ કરવામાં આવી હતી અને જૂન મહિના સુધી ચલાવવામાં આવી હતી. જૂન મહિનામાં આ ટ્રેન બંધ થતા મુસાફરોએ ફરી શરૂ કરવા રજૂઆત કરી હતી. જેથી મુસાફરોની રજૂઆતને ધ્યાને લઈને ફરીથી 26 જુલાઈથી આ ટ્રેન શરૂ કરવામાં આવી હતી. જોકે શરૂ થયાના ગણતરીના દિવસોમાં જ મુસાફરો ન મળતા હોવાથી આ ટ્રેન ફરીથી બંધ કરવાના નિર્ણય લેવામાં આવ્યો છે.