મોરબી : મોરબીમાં પોલીસે પાંચ ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક આરોપીને દબોચી લીધો હતો. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે મોરબીના અનુ.જાતીવાસમાં આવેલ દિવાન પાનની સામેની શેરીમાં ભારતીય બનાવટની વીદેશી દારૂની મેકડોલસ નં-૧ સુપીરીયર વ્હીસ્કી ફોર સેલ ઇન હરીયાણા ઓનલી ૭૫૦ એમ.એલ ની બોટલ નગ-૫ કિ.રૂ.૧૫૦૦ નો મુદામાલ સાથે આરોપી રાજેશભાઇ લાલજીભાઇ મકવાણા (ઉ.વ.૨૯ રહે.મોરબી વજેપર શેરી નં-૪) ને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..